આપડે ચંદ્ર સુધી તો પહોંચી ગયા પણ..(Even if we reach the moon )

14/08/2019 ના રોજ ભારતે એ કરી બતાવ્યું જે હજી બીજા બધા દેશો માટે સ્વપન સમાન છે.

જાણી ને ત્યારે જ બહુ આનંદ થયો.કે ભારત સૌ પ્રથમ ચંદ્ર ના એ હિસ્સા સુધી પહોંચી ગયો જ્યાં ભારત સિવાય બીજું કોઈ પહોંચ્યું નથી,ખૂબ ગર્વ લેવા જેવી વાત છે..આ કાર્યમાં સહયોગી તમામ લોકો અભિનંદન ને લાયક છે.

પણ આપડે વિચારવાનું એ છે કે શું ક્યાંક આપડે દેશમાં કંઈ રીતે રેહવું એ ભૂલી તો નથી ગયા ને???

કેટલાય લોકો ને આ પ્રશ્ન વ્યાજબી જ નહીં લાગ્યો હોય.પણ ચાલો સાથે એક નજર કરીએ હાલ ની પરિસ્થિતિ પર.શરૂઆત ઘર થી કરીયે.

1)આજે ઘર તો મોટા થતા જાય છે, પણ પરિવાર નાના થતા જાય છે,

2)આજે ઘર માં પ્રાણીઓ ને તો પડાય છે, પણ માં-બાપ ને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવે છે.

3)આપડા દેશમાં નારીઓનું પૂજન થતું હતું જ્યારે હાલ ભારત દેશ માં 30 મિનિટે એક બળાત્કાર (Ncrb મુજબ) થાય છે.

4)આજે આપડા દેશમાં સૌથી વધુ બાળ મજૂરી છે.

5) પહેલા આ દેશ માં સ્વાસ્થ્ય માટે દેવું કરીને પામ શુદ્ધ ઘી પીવાતું,આજે આપડે શેમ્પુ ની બોટલ લઈએ છીએ અને ઘી પાઉચ માં લઈએ છીએ.

6)આજે ક્યાંક આપડે આપડી માતૃભાષા અને રાષ્ટ્રિયભાષા ને ભૂલતા જઈએ છીએ. English શીખવું એ ખોટું નથી.પણ માતૃભાષા ના ભોગે તો ક્યારેય નહીં.

7)આજની નર અને નારીઓ પણ ક્યાંક પોતાની સંસ્કૃતિ ભૂલ્યા છે..

અને સૌથી મોટી વાત,

8)આજના યુવાનો ને પોતાનું ભણતર પૂરું કરી વિદેશ ચાલ્યા જવાનો એક નવો trend ચાલ્યો છે..

9)Live in Relationship જેવા તત્વો ભારત માં ઘુસી ગ્યા છે.

આવા અનેક મુદ્દાઓ વચ્ચે આપળો દેશ ઘેરાયેલો છે,

બીજા બધા દેશ માટે આ બધું કદાચ સામાન્ય હશે,પણ ભારત માટે ક્યારેય નહીં,

કારણ આપડે એ દેશમાંથી આવીએ છીએ જે દેશની સંસ્કૃતિ અને સંસ્કાર દુનિયામાં સૌથી મહાન ગણાય છે,

1)અરે આ સંસ્કૃતિ માંતો એક ભાઈ પોતાના ભાઈ માટે હસતા મોઢે રાજપાઢનો ત્યાગ કરતો હતો,

2)અરે આ સંસ્કૃતિ માટે પોતાના પિતાના વચન માટે પુત્ર 14 વર્ષનો વનવાસ સહન કરવા તૈયાર થઈ જતો હતો.

3)અરે આપડે એ સંસ્કૃતિ ના વારસદાર છીએ જ્યાં નારીઓને તો દેવી માનતી,પણ આ દેશની દરેક નદીઓને પણ માતા ગણવામાં આવતી હતી.

4)આપડે એ સંસ્કૃતિ ના વારસદાર છીએ જ્યાં બાળકો ને ભગવાન નું સ્વરૂપ ગણવામાં આવતું હતું.

5)અરે આપડે એ સંસ્કૃતિ ના વારસદાર છીએ જ્યાં પોતાના ધંધાના નફા કરતા બીજા લોકોના સ્વાસ્થ્ય પર વધુ વિચાર કરવામાં આવતો હતો..

8,9)અને આપડે એ સંસ્કૃતિ ના વારસદાર છીએ જ્યાં જન્મોજન્મ નો પવિત્ર સબંધ બાંધવામાં આવતો હતો.

6,7) અને સાહેબ, આપડે આજે આપણી માતૃભાષા છોડી આપડા બાળકોને અંગ્રેજી પાર વધુ ધ્યાન આપીએ છીએ, અરે અંગ્રેજી શીખવી જરૂરી છે પણ માતૃભાષા ના ભોગે નહિ,

આ અંગ્રેજી જેની પાસે પોતાની વાત રજુ કરવા પૂરતા શબ્દો પણ નથી.જ્યારે આ દેશની ભાષા ના ગ્રંથોએ આખી દુનિયાને જ્ઞાન આપ્યું છે.

અને સાહેબ આપડે ક્યાં દેશને છોડી ને જવાની વાત કરીએ છીએ,

દુનિયામાં સૌથી પહેલો ગ્રંથ ઋગ્વેદ ભારત માં લખાયો હતો,

દુનિયાનો સૌથી પહેલો કાવ્યગ્રન્થ રામાયણ ભારત માં લખાયો હતો,

જ્યારે દુનિયાના બીજા દેશોના લોકોને કપડાં પહેરવાની ખબર નતી પડતી તે દિવસે આ દેશમાં રામરાજ્ય ની સ્થાપના હતી,

જે દિવસે દુનિયાને પૃથ્વી બહાર શુ છે એની ખબર પણ ન હતી ત્યારે આ દેશના ઋષિમુનિઓ એ પંચાંગ લખ્યું હતું,

જે દિવસે લોકો ને ગણિત નતું આવડતું એ જમાનામાં આર્યભટ્ટ એ શુન્ય ની શોધ કરી હતી.

જે દિવસે આ દુનિયા એ મધ થી દરેક વસ્તુ બનાવતી હતી એ દિવસે ભારતે દુનિયાને ખાંડ ની શોધ કરીને આપી હતી..

શુ નતું આ દેશ પાસે,અને શું નથી??

ક્યારેક ઇતિહાસ જરૂર વાંચજો,રૂંવાટી ઉભી થઇ જશે.આ શહીદોની ભૂમિ છે,વિરોની ભૂમિ છે,મહાપુરુષો ની ભૂમિ હશે,

હા અમેરિકા કદાચ ઔધોગિક છેત્રે મહાસત્તા હશે.પણ એ દેશની સંસ્કૃતિ ને અપનાવાની ક્યાંય જરૂર નથી,

એ પશ્ચિમ છે ત્યાં સુરજ ડૂબસે જ,

ભલે કદાચ ડોલર કરતા રૂપિયો સસ્તો હશે.પણ સંસ્કૃતિ તો આજ પણ આપડી જ મહાન છે હતી અને રહેશે…

વિચારજો,નહીતો માત્ર દેશભક્તિના status મુકવાનો કોઈ મતલબ નથી..

ખૂબ ખૂબ આભાર,

ગમ્યું હોય તો share કરજો.

– હર્ષ પટેલ

Insta id:-Mr.motivator111

Fb id:-Harshpatel

જોગર્સ પાર્ક સાથે મૌન વાર્તાલાપ (Silent Conversation With Joggers Park)

“અજાણે જ આજની સવાર બહુ યાદગાર થઈ ગઈ, સવાર-સવારમાં આપણા બેની મુલાકાત થઈ ગઇ”

:-આ અમે બનેં એટલે બીજું કોઈ નહીં “હું” અને “જોગર્સ પાર્ક”

આપડા અમદાવાદ નું નવરંગપુરા નું જોગર્સ પાર્ક

:-આજે સવારે મારે જોગર્સ પાર્ક જવાનું થયું,ત્યાં મારે

30 મિનિટ સુધી પ્રકૃતિ નું અવલોકન કરવાનું હતું અને ત્યાં અમારા બેની નિર્દોષ વાર્તાલાપ થયો જે તમારી સામે રજૂ કરું છું.

“હું ત્યાં પ્રવેશ્યો જ્યારે લગભગ સવારના 7 વાગ્યા હશે,અને વૃદ્ધો અને યુવાનો મળીને લગભગ 100 જેટલા લોકો તે પાર્ક માં હશે,મને પેહલા જોતા જ એ લોકો જાગૃત નાગરિકો લાગ્યા, કારણ સવારે વહેલા 7 વાગે અને એ પણ રવિવારે ઉઠીને ગાર્ડન માં આવે એને જાગૃત કહી શકાય,પણ આ વિચારતો તો એટલામાં તો મેં જોયું કે

ત્યાં ગાર્ડન ની લાઈટો હજી સુધી ચાલુ હતી,જેની કોઈ જરૂર ન હતી,પણ ગાર્ડન માં ઉપસ્થિત કોઈને તેનામાં રસ નતો,

:-ત્યાંથી આગળ એક બાળક એકલું ત્યાં રમતું હતું,એ ખુશ તો હતું પણ ક્યાંક એને એ વાત નો અફસોસ પણ થતો હશે કે,

હું કદાચ 30-40 વર્ષ પહેલાં એટલે કે સ્માર્ટફોનના યુગ પહેલાં જન્મ્યો હોત તો મારી સાથે રમવા વધુ બાળકો હોત

:-ત્યાં એક વૃદ્ધ દાદા એમના છ-સાત દોસ્તો ની વચ્ચે જુની ફિલ્મો ના ગીત ગાતા હતા,પણ એમના મોઢા પરનાં અમૂલ્ય સ્મિત જોઈને મને શીખ મળી કે

તમારી આવડત ને માણવા સેલિબ્રિટી હોવું અને લાખો શ્રોતા હોવા જરૂરી નથી,તમે તો છ-સાત લોકો વચ્ચે પણ ખુશ રહી શકો.

:-ત્યાં પાર્ક માં રહેલ તળાવ માં પાણી થોડું ગંદુ હતું જે ચારે બાજુ થી બંધાયેલું હતું,જે મને શીખ આપતું હતું કે

જિંદગી માં પણ આવુ જ છે. શુદ્ધ રહેવા વહેતુ રેહવું જરૂરી છે,જો એક જ જગ્યાએ આગળ ગયા વગર રહેશો તો તમારા માંથી પણ દુર્ગંધ આવશે.

:-ત્યાં સૌથી વધુ લીમડાના વૃક્ષો હતા જે વધુ છાંયો આપતા હતા,જે કેહવા માંગતા હતા કે

તમારા જીવનમાં તમને કડવી ને સાચી સલાહ દેવા વાળા જ તમને છાંયો આપશે એટલે કે મદદરૂપ થશે.

:-ત્યાં પાણીની પરબ પાર મુકેલા ગ્લાસ ને બાંધી રાખ્યા હતા,કારણ ત્યાંથી એને કોઈ લઈ ના જાય,

અને આ જોતા જ મને યાદ આવ્યું,

“જે દેશમાં મફત પાણીની પરબ પર મુકેલા ગ્લાસ ને પણ સાંકળ થી બાંધી રાખવા પડતા હોય ત્યાં સરકાર નહીં માણસ ના વિચાર ને બદલવાની જરૂર છે”

:-ત્યાં ગાર્ડન ની માટી લાલ રંગની હતી મને લાગ્યું કે કદાચ એટલે હશે કે,

એ લાલ માટી જોઈને લોકો ને યાદ રહે કે આપડે એ શૌર્ય અને વીરતા ની ભૂમિ માં રહીએ છીએ અને આ ભૂમિ ને આઝાદ કરવામાં એનો ઇતિહાસ લખવામાં કેટલાનું ય લોહી રેડાયું છે

:-ત્યાં ગાર્ડનમાં મુકવામાં આવેલું “લેટર બોક્સ” સાવ ખાલી ખમ અને નિર્દનય અવસ્થામાં લટકાયેલું હતું,અને એ પણ રાળો પાડી પાડી ને કહેતું હતું,

હવે whatsapp આવતા તો તમેં મને સાવ ભૂલી જ ગયા છો,ક્યારેક મને તો યાદ કરો,એટલા સ્વાર્થી કેમ બનો છો,એ ન ભૂલો કે વર્ષો તમારા વાર્તાલાપ નો વ્યવહાર મેં જ રાખ્યો હતો.

:-ત્યાં એક બહેન વાંસળી વગાડતા હતા,અને એ વાંસળી સ્વરૂપે રહેલ વૃક્ષ નું લાકડું કદાચ કેહવા માંગતું હતું કે,

હે માનવીઓ હું તો કપાયા પછી પણ મધુર અવાજ આપું છું,તો તમે કેમ નાની નાની વાત માં કોઈની લાગણી દુભાય તેવું બોલો છો….

:-ત્યાં આગળ મને હાથમાં જાડું લઈને કચરો સાફ કરવા વાળા ભાઈ મળ્યા અને અમારા બંને ની આખો એક બીજાને 1 મિનિટ સુધી જોતી રહી,કદાચ એમની નિર્દોષ આખો કેહવા માંગતી હતી કે,

આ જાડું હવે માત્ર પ્રસિદ્ધિ કમાવાનું સાધન બની ગયું હોય એવું લાગે છે,રાજનેતાઓ પ્રસિદ્ધિ કમાવવા વારે વારે એનો ઉપયોગ કરે છે,અને એ જિંદગીમાં એક જ વાર જાડું પકડી કચરો સાફ કરે તો પણ દરેક છાપા માં એમના લેખો લખાય છે,અને હું વર્ષોથી રોજ આ કરું છું છતાંય મારી તો કોઈએ આજ દિન સુધી નોંધ પણ નથી લીધી

અને છેલ્લે ત્યાં,

:-કચરાપેટી નો રંગ લીલો હતો,પણ એની સામે કોઈને વાંધો ન હતો એ જોઈ હું આનંદિત થયો કે હાશ દેશમાં ક્યાંક ખૂણે તો નિષ્પક્ષ નજર બચી છે,

કેવું સારું થાય કે આપડે આજ રીતે દરેક બાબત માં નાત જાત ,ધર્મ ને વચ્ચે લાવ્યા વગર ભાઈચારા ની લાગણી થી આગળ વધીએ તો અપળો દેશ વિશ્વ ની મહાસત્તા પાર બેસે એમાં કોઈ બે મત નથી..

પણ ત્યાં બેઠેલ ભારત ના ભવિષ્ય એવા એક યુવાન અને યુવતી આ બધી વાત થઈ અજાણ થઈ માત્ર એકબીજાના ફોન માં વ્યસ્ત હતા,એ જોઈને હું દુઃખી થયો,

અને અંતે આગળ વધ્યો,અને આમજ આ 30 મિનિટ હું ક્યાં ખોવાઈ ગયો મને ખબર જ ન પડી…

મને તો મજા આવી ને આ વાંચી તમને પણ મજા આવશે એ આશા સહ આપનો

:-હર્ષ પટેલ{એક આદર્શ ઓળખ}

ખૂબ ખૂબ આભાર……..

Written by:-

Harsh Patel{Mr.Motivator}

Follow on

Insta id:-mr.motivator111

Fb id:-Harshpatel

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day)

સર્વપ્રથમ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ખૂબ ખૂબ શુભકામનનો.. આજે 8 માર્ચ અને આજનો દિવસ સમગ્ર વિશ્વ માં મહિલા દિવસ તરીકે ઉજવાય છે.

“આજની 21 મી સદી ની જનરેશન ને લાગતું હશે કે આ દિવસ ઉજવવાની વળી શૂ જરૂર..” પણ તેઓ નિર્દોષ છે. કારણ તેઓ એ સમય થી અજાણ છે જ્યારે એક સ્ત્રી ને ઘર ની બહાર નીકળવું પણ એક સંઘર્ષ ની સફર થી ઓછું નહોતું. એક મહિલા ને માત્ર ઘર ના કામ સીવાય બીજું કાંઈ જ કરવાની અનુમતી પણ ન હતી. અને એ સમય માંથી બહાર નીકળી આજે મહિલાઓ આજે અહીંયા સુધી પહોંચી છે.એ સફર ને

આપડે દર વર્ષે ઉજવીએ છીએ..

મહત્વ ની વાત તો એ છે કે મને બહુ વિચિત્ર લગે જ્યારે મહિલાઓ ને પુરુષ સમોવડી બનાવવાની વાત કરવામાં આવે..મેં મારી નજરે જોયું છે.ઘણી બધી જગ્યા એ મહિલાઓ ને પુરુષ સમોવડી બનવાની આંધળી દોડ માં ભગાડવામાં આવે છે. અને એ દોડ માં ને દોડ માં મહિલાઓ પોતાના નૈતિક જીવન મૂલ્યો ભૂલી જાય છે ને સંસ્કાર ને સંસ્કૃતિ ને ખોઈ બેસે છે.

મહિલાને પુરુષ સમોવડી બનવાની ક્યાં જરૂર છે. જ્યારે એતો જન્મથી જ પુરુષ કરતા મહાન છે.માટે જ કોઈએ સરસ કહ્યું છે.

“ભાઈલા કરતા મહિલા સવાહી હોઈ છે એની સિંહ પર સવારી એજ એની ગવાહી હોઈ છે”

વર્ષો થી દુનિયા એ વાત ની સાક્ષી છે કે એક સ્ત્રી એ એના દરેક રૂપ માં શ્રેષ્ઠ આપ્યું છે.

એ પછી માતા નું રૂપ હોઈ કે બહેન નું રૂપ હોઈ કે પછી પત્ની નું રૂપ હોઈ કે પછી દીકરી નું દરેકે દરેક સ્વરૂપ માં સ્ત્રી એ મહાન ભૂમિકા અદા કરી છે.અને પુરૂષો કાયમ સ્ત્રી પર નભતા આવ્યા છે.અને સ્ત્રીઓ એ ક દેશ ના ભવિષ્ય ને ઘડ્યું છે. જેમકે,

“જો જીજાબાઈ ન હોત તો છત્રપતિ શિવાજી મહારાજ ની કલ્પના કરવી પણ મુશ્કેલ છે”

એક “મકાન” ને “ઘર” માં પરિવર્તિત કરનાર જ એક સ્ત્રી છે

આજે “Purple” રંગ નું પણ અનોખું મહત્વ છે,

ઈસ 1908 માં (wspu) Women’s Social and Political Union એ આ રંગ ને સ્વીકૃત કર્યો હતો.

purple રંગ એ ન્યાય અને પ્રતિષ્ઠાનો રંગ છે..

દરેક સ્ત્રી ને વિનંતી આજે purple રંગ ના વસ્ત્ર પહેરે અને આજના દિવસ ને ઉજવે એનું ખરું મહત્વ સમજે અને બીજી જરુરીયાતમંદ મહિલાઓને પણ જીવનમાં આગળ આવવા મદદ કરે…

અને છેલ્લે એટલું જ કહીશ કે,

“સ્ત્રી કાલે પણ ભારે હતી અને આજે પણ ભારે છે.પુરુષ કાલે પણ તેનો આભારી હતો અને આજે પણ છે.”

Thankyou Everyone…

If You Like it please like , share , subscribe

:-Harsh Patel{Mr.Motivator,એક આદર્શ ઓળખ}

શુ જિંદગી અલગ થી સમય આપશે????

બે મીનીટ ઊંડો શ્વાસ લો……અને વિચારો તમારા વર્તમાન ને…કાલે તમે શું કર્યું??, આજે શુ કરો છો??,આવતીકાલે શુ કરવાના છો??..

જે પણ કરવાના હોય પણ કાયમ આપણને એમ જ લાગે છે હાસ…….આ પતે પછી શાંતિ.. પણ હકીકત માં શાંતિ થાય ત્યાં જ અશાંતિ રાહ જોઈ ઉભી જ હોઈ છે… કૉલેજ માં માંડ એક સેમિસ્ટર પૂર્ણ કરી રાહત નો શ્વાસ લીધો હોય ત્યાં તો નવું સેમિસ્ટર ચાલુ થઈ જાય છે..માત્ર તમારી નહીં દરેક ની જિંદગી માં એવું જ થાય છે..

બાળપણ સુધી જ નિશ્ચિત હોઈએ છીએ પછી..સારી કોલેજ મેળવવા ભણીએ..પછી કોલેજ માં પોહચી ખબર પડે…આલે… લે..શાંતિ તો અહીંયા પણ નથી..સારી નોકરી મેળવવા કોલેજ પતાવીએ.. પાછું કુટુંબ,પછી એની જવાબદારી ત્યાં તો વૃદ્ધ થઈ જવાય છે…તો જીવન છે ક્યાં???????

જીવન જીવવા દૈનિક ક્રિયા ને રોકી તો શકાય નહીં..એતો વહેતી નદી જેવું હોય છે…તો જિંદગી નો આનંદ કઈ રીતે મેળવવો???

એનો આનંદ આપડે દૈનિક કર્યો માંથી જ કાઢવો પડશે અને એનાથી પણ શ્રેષ્ઠ દૈનિક કર્યો જ મજા લેતા કરવા પડશે..

પણ આપડી ભૂલ ક્યાં થાય ખબર છે???

આપડે કોલેજ માં કે તમારા જીવન માં તમે ક્યાંય પણ હોય..આપડે એ યાદ રાખી જીવતા જ નથી કે તમે હાલ જે પળ માં જીવી રહ્યા છો એ પાછો નથી આવવાનો…

તમે તમારા દોસ્તો ને જે થોડી તકલીફ ન લીધે સાથે બેસવાનું ક્યાંક ફરવા જવાની ના પાડી દો છો. દરેક પળ ને એક કામ ની જેમ લો છો. જીંદગી ના એક અમૂલ્ય સમય રૂપે નહીં..પણ તમે એ વાત થી તમે અજાણ છો કે 2 કે 3 વર્ષ પછી તમે ઈચ્છશો તો પણ આ દોસ્તો તમને નથી મળવાના…આ તમારી જિંદગી ના શ્રેષ્ઠ વર્ષો છે..તમારી બાજુ માં બેસેલો દોસ્ત જેને રોજ મળો છો..2 3 વર્ષ પછી એને રોજ મળવાની ઈચ્છા કરશો તો પણ એ નહીં મળે..

કહેવાનો મતલબ ભવિષ્ય ના બીકે વર્તમાન ને નહીં જીવવાનો નથી..

પણ તમારી દરેક ક્ષણ અમૂલ્ય છે એ રીતે જીવો..રોજ ની ક્રિયામાં જ આનંદિત રહો..પોતાના Comfort Zone ની બહાર પણ નીકળી..એ દોસ્તો સાથે જીવો..ફરો..એ વર્તમાન માં તો આનંદ આપશે જ.પણ..ભવિષ્ય માં પણ જ્યારે યાદ કરશો ત્યારે એક સ્મિત તમારા મુખ પર આવી જશે…

બસ છેલ્લે એટલું જ કહીશ..

“પંખી ની જેમ એક દિવસ ઉડી જાશું,

સાથે વિતાવેલી પળો સમેટી ને લઇ જાશું,

ભીંજવી ને તમારી સુંદર આખો માત્ર,

સોનેરી યાદો છોડી ને જાશું…”

Thanks To All Of You..

If You Like It Pls Comment..

We Will Meet Soon….

:-Harsh Patel{Mr.Motivator}

શુ થશે આ પતંગ નું??(what will be the kite of???)

સર્વપ્રથમ સર્વ ને ઉત્તરાયણ ની ખૂબ ખૂબ શુભકામના..આ 2 દિવસ દરેક ભારતીય ઉત્તરાયણ નો તહેવાર ઉજવે છે.આજે હું પણ મારા ધાબા માં બેઠો તો.. બધાના મુખ પર આનંદ જોઈ ને એક સવાલ આવ્યો મારા મગજ માં અને સાથે સાથે એક આકાશ માં ઊડતી પતંગ પર નજર ગઈ…..

આ આકાશ એ ભારત દેશ સમાન છે.. અને આ આકાશ એટલે કે (ભારત) ને શુશોભીત રાખતું એક ઘરેણું લોકશાહી છે..હા હું માનું છું કે જ્યારે 1947 માં આ પતંગ ને ચગાવામાં આવી ને ત્યારે જ એના કિન્ન બાંધવામાં થોડી  ભૂલ તો થઈ ગયેલી પણ તોય આ પતંગ તો ચગી ગયો..પેહલા બહુ સારી રીતે ચગ્યો પણ ધીરે ધીરે આ પતંગ પોતાની દીશા ભૂલતો ગયો કરણ પેહલા આ પતંગ લોકો દ્વારા ચગાવવવામાં આવતો..અને ધીરે ધીરે આ પતંગ સત્તા,લોભ,લાલચ,ભ્રષ્ટચાર નો ગુલામ થઈ ગયો..અને પતંગ ની દિશા ભટકતી ગઈ..હમણાં તો ન્યાયાધીશ ને પણ બહાર આવવું પડ્યું..આજે આ પતંગ રૂપી લોકશાહી ની દોરી માં ગુંચ તો પડી છે..ખબર નહીં આ ઉકેલાશે કે નહીં અને ઇડચ ઉકેલાશે તો પણ ત્યાં ગાંઠ તો રહી જ જશે ..પણ પતંગ કપાય ના જાય તો સારું..પણ પછી મારા વિચારો માંથી બહાર આવ્યો..અને વિચાર્યું..કે કોઈ દેશવાસી ને ચિંતા છે ખરી

    શુ થશે આ પતંગ નું????

          –હર્ષ પટેલ(એક આદર્શ ઓળખ)

 

 

મિત્ર શુ છે આ મિત્ર??? (Friend what is a defination of this relation???)

सबसे पहले कुछ कहने से पहले माफी माँगना चाहता हु क्योंकि मेने कई दिनों से पोस्ट नही की थी।।क्योंकि में काम मे था।।।

आज में जो विषय पे बात करना चाहता हु वो शायद सबके पास है उसका नाम है “दोस्त”

लेकिन दोस्त की परिभासा बदलसी गयी है आज कल,, पर क्या किसीके पास सच्चा दोस्त है।

    की जो आपकी खामोसी देख करही आपकी मनकी बात पढ़ले।।जो आपको हमेशा एक ताकत देता रहे,जो आपकी बजह से उसे जो तकलीफ होती है वो ज़िक्र किये बिना ही झेल ले,जो आपके सूख में काम दुख में सबसे पहले आये, जब हम नए दोस्त ने पर उसे भूल जाये  फिर भी वो हमें जब मीले तब भी उसके चेहरे पे वो मीठी शी मुस्कुराहट हो???

   नही।और होंगे भी तो बहुत कम समय तक,हमारी रिस्तेदारी टूट जाती है??या कमजोर हो जाती है पर क्यो??

  उसका जवाब है पर शांति से सोचने पर,,,हम सबकी एक आदतशी है कि जो हमेशा हमारे साथ रहे बिना मांगे हमारा साथ देते रहे उसको ignore करने की,…नए दोस्त मिलने पर उसे भूल से जाने की..

क्योंकि हमें नया ही अच्छा लगता है।।और जो हमारे नए friends होते है वो हमारे साथ मजाक भरी और ऐसी ही बाते करते है।लेकिन सच्चे वाले फ्रेंड्स हमेशा ऐसी बात नही कर सकते,क्योकि वो कहीना कही आपको अपना सहारा मानते है।वो हमेशा अपनी जिंदगी की समस्या हमसे बताना चाहते हो।पर हमें वो बोरिंग ही क्यों लगते है

    और जब हमको अपनी life में कोई तकलीफ हो तो उसके पास जाते है पर वो कभी ना नही कहते क्योकि उसके पास हमारे अलावा कोई रास्ता नही होता,,इसी लिए हम उसे भूल जाते है??

    तो हमने भी कभी ऐसे दोस्तों को गवाए है तो गवाने नही चाहिए, हमारी सोच पे विचार करना जरूरी है,,जो दोस्त हमे जल्दी ही ज्यादा अच्छे लगने लगते है वो हर वक्त के लिए अच्छे नही होते वो हमें कुछ पल के लिए ही आनंद दे सकते है,,जिंदगी भर नही उसके लिए वो पुराना दोस्त ही काम आएगा।।जो रिस्ता जल्दी से बनाया जा सकता है वो टूट भी सकता है??

  और किसी लोगो को तो दोस्त की जरूरत ही नही क्योकि वो अपने facebook के poke वाले और instagram के follow वाले दोस्तकी पोस्ट के सहारे ही जिंदगी जी लेते है,,लेकिन एक बात याद रखना वो हमारी दिमाग की बात सुन सकते हैं दिल की नही,वो हमें एहसास कर सकते है अनुभव नही,, इस लिए morden जरूर रहे पर दोस्त की परिभासा मत बदलिए

बस आखिर में इतना ही कि,

“તમે દુઃખ ના આપશો મેં ખોબો ભરીને,હું દુઃખ નો દરિયો લઇ ને બેઠો છું અતો ભીખારી છું તમારી દોસ્તી નો બાકી તો સિકંદર થઈ ને બેઠો છું”

 इसी लिए गवा मत देना अपनी लाइफ में वो आपके डैचे वाले दोस्त यानी सिकंदरो को,,ठीक है फिर मिलेंगे

        और सच कहुँ तो में भी ऐसे कई सच्चे दोस्तो की तलाश में हु आपकी तरह,,,

         Good bye….

                  ##Harshpatel(एक आदर्श पहचान)

જીવન જીવવાની રીત(method of live the life)

જીવન જીવવાની અનેક રીત હોય છે…એમાં પણ જીવન જીવવાની ખાસ 2 રીત હોય છે…

 એક રીત હોય છે શાંતિપૂર્ણ રીત..એમા જિંદગી માં કાઈ ખાસ સમસ્યા આવતી નથી..જીવવામાં ખાસ કાય સમસ્યા પણ આવતી નથી..તમારા વિરોધીઓ પણ રહેતા નથી.જેને જિંદગીમાં કાઈ ખાસ મેળવવાની તમન્ના નથી..કૈક નવું કરવું નથી..જેને ભગવાન સવારે જગાડે એટલે એ જીવે છે એની માટે આજ જિંદગી બરાબર છે…

પણ મારા મતે તો…

“જીવવું હોઈ તો જીવી જાણો,મરવું હોય તો ના નથી,પણ મરતા મરતા જીવો એમાં કાઈ સાર નથી”

  બાકી ભગવાન જીવાડે એટલે જીવવું એના કરતાં તો ના જીવવું સારું..બાકી જેને જિંદગીમાં કૈક મેળવવું હોઈ એને તો આખો દિવસ જિંદગી માં ઉથલપાથલ થતી હોય છે..

પણ જીવનમાં જેમને કૈક મેળવવું છે એને જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે..સર્વપ્રથમ તો એમનો ખૂબ વિરોધ થાય છે..પણ તે આ વિરોધીઓ થી ડર્યા વગર આગળ વધતા રહે ત્યારે એમના વિરોધીઓ એમના સમર્થકમાં ક્યારે ફરી જય એની ખબર પણ પડતી નથી….

આવા સમયે અબ્દુલ કલામ સાહેબની યાદ આવે…

“સપના એ નથી જે સુવા દે સપના તો એ છે કે જેનાથી ઊંઘ ન આવે..”

    બાકી સમસ્યા કોને નથી..સામાન્ય માણસ માથે સમસ્યા હાવી થઈ જાય છે..અને આવા માણસો સમસ્યા માથે હાવી થઈ જાય છે….

  બાકીતો મારા માટે તો 2 જો રસ્તો અપનાવી.. લડતા રહો જજુમતા રહો.. સમસ્યાને દૂર થયા સિવાય છૂટકો જ નથી…

   “સમસ્યાતો દૂર હોઈ  ત્યારે જ તેનાથી ડરવાનું ને એને રોકવાનો પ્રયત્ન કરવાનો હોય છે..બાકી જ્યારે એ સામે આવે ત્યારે તો લડી લેવા સિવાય છૂટકો જ નથી…”

      બસ છેલ્લે એટલું જ કે

“જિંદગી રોજ ઉગામે છે હથિયાર કોઈ નવું હું રોજ નવી ઢાલ શોધી લઉ છું. જિંદગી રોજ આપે છે રડવાનું કોઈ કારણ નવું હું રોજ નવું હસવાનું કોઈ બહાનું શોધી લાઉ છું”

  ખૂબ ખૂબ આભાર..Like કરો subscribe pls…..

       ~Harsh patel (એક આદર્શ ઓળખ)..

વિચારોની વિશાળતા(Amplitude Of Thoughts)

વાત કરવાની છે વિચારોની..કદાચ આખો દિવસ દરેક માણસમાં આ ચાલ્યા જ કરે છે.. સાવ મૂલ્યહીન છે..પણ આ વિચારેજ કેટલાય ને શૂન્યથી સર્જન સુધી પહોંચાડ્યા છે….માટે આજે વાત કરવી છે “વિચારો ની વિશાળતા”ની

     મિત્રો જિંદગી ઉગારવા એક માત્ર વિચાર જ કાફી છે.યોગ્ય અને સાચો વિચાર….મિત્રો વિચાર છે ને એ માણસ ને દિવસ માં કેટલાય આવતા હોય છે..અને ક્યારેક એક  એવો વિચાર આવી જાય તો તે માણસ ને ક્યાં તો ઉગારી દે ક્યાં તો બરબાદ કરી દે…

     “જિંદગીમાં સફળ થવાનું પ્રથમ પગથિયું હોય તો એ વિચાર છે….”

     “સર્વપ્રથમ વિચાર એવો જરૂરી છે  હું માનું છું કે માત્ર વિચારોથી જ કાઈ ના થાય અથવા થવાય પણ કંઈક થવા માટે વિચાર તો જરૂરી છે જ..”

   તમારું વ્યક્તિત્વ તમારી સંપત્તિ,તમારી નાત જાત,કે તમારા background પર નથી જતું એતો તમારા વિચાર ની વિશાળતા પાર જાય છે.

    તમારું મન સન્માન સ્વાભિમાન ત્યાં સુધી જ હશે કે જ્યાં સુધી તમારી પાસે કૈક એવું હશે જે પૈસાથી નાઈ મેળવી શકાય…

    માટે વિચાર કરીએ.. સતત ભવિષ્યનું વિચારીએ..અને સફળતા સુધી પહોંચીએ…

         -હર્ષ પટેલ (એક આદર્શ ઓળખ)

શુ છે સાચી સફળતા?(what is real success)

સફળતા કેવો અદભુત શબ્દ છે …આ શબ્દ સાંભડતા જ લોકો સ્તબ્ધ થઈ જાય છે.. લગભગ આખી દુનિયા આ એક જ શબ્દ ને પ્રાપ્ત કરવા રાત દિવસ કાર્ય કરે છે

દરેક વ્યક્તિ ની જિંદગી માં અલગ મહત્વાકાંક્ષા હોય છે..દરેક વ્યક્તિ માટે સફળતાની વ્યાખ્યા જુદી હોય છે

        પણ તમે તમારી વ્યાખ્યા પ્રમાણે ની સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ સફળ બની રહેવા માટે દરેક વ્યક્તિ પાસે થોડીક સમજ હોવી જોઇએ એની વગર તમે ગમે તેટલા સફળ હશો તોય તમે સૂકાની વગરની નાવ જેવા બની રહેશો…મારે ખાસ એ વિષય પર વાત કરવાની છે….

સફળતા એ નથી કે જેનાથી તમે ખુશ રહો સફળતા એ છે કે જેનાથી તમે અને તમારી આસપાસનું વાતાવરણ અને વ્યક્તિ દરેક ખુશ રહી શકે

પરંતુ આમાં વાંક સમાજ નો છે આપડે લોકો એ સફળતા અને સુખી ની વ્યાખ્યા જ ફેરવી નાખી છે બસ આપડા મતે જેની પાસે પૈસા વધારે  એ સુખી અથવા સફળ ક્યાં તો જેની પાસે ડિગ્રી સારી એ….

ના માનીએ એ સુખ નો એક ભાગ છે પણ માત્ર એજ સુખ નથી…તમે જોયું હશે અમુક લોકો પાસે પૈસા હશે પણ એમના માં બાપ ઘરડાઘર માં હશે અથવાતો એમનો છોકરો એમના કહ્યામાં નહીં હોય તો આવી સફળતા શુ કામની???શુ અને તમે સુખ કહો છો????

અને માત્ર ડિગ્રી એજ સાચું સુખ નથી….આજે લોકો ભણી ને મોટા ડૉક્ટર એન્જિનિર તો થઈ જાય છે પણ એક ઘર માં કેમ રેહવું પરિવાર કેમ ચલાવો..એક દીકરા તરીકે નો ધર્મ ,એક બાપ તરીકેએક પતિ તરીકે,એતો ખબર નથી હોતી …કારણ તેઓ ક્યારેય પુસ્તકની બહાર આવ્યા જ નથી હોતા…”તે ભણ્યા જ હોઈ છે ગણ્યા નહીં,” એ આખો દિવસ એમના માં બાપ ના થોપેલાં વિચાર સાથે જ જીવ્યા હોઈ છે…

“એટલે જ આજ દુઃખ સાથે કહેવું પડે છે કે દિવસે ને દિવસે ડોક્ટરો ના આત્મહત્યા ના કેસો વધી રહ્યા છે”

માટે પેહલા એક સારો માણસ બની જીવન ની પ્રાથમિકતા એક સમાજ માં કાઈ રીતે રહેવાય,પરિવાર માં કઈ રીતે રહેવાય એ અમુક જીવનની સફળતાઓ નહીં જાણો ને તો ગમે તેટલા સફળ હસો નિષ્ફળ જ રહેશો…

કારણ જો આ નહીં આવડે તો મારા મતે…

“તમે પરીક્ષા ની જિંદગી માં તો પાસ થઈ જશો પણ જિંદગી ની પરીક્ષામાં નાપાસ થઈ જશો”અને પરીક્ષા ની જિંદગી માં retry  હોઈ છે જિંદગી ની પરીક્ષા માં ક્યારેય નહીં…

~Harsh patel (એક આદર્શ ઓળખ)

ગમે તો subscribe કરો અને ના ગમે તો શું ન ગમ્યું એ કહો..Comment pls….share pls..

Truth of love(પ્રેમ ની હકીકત)..

આજે વાત કરવાની છે પ્રેમ ની…આ પ્રેમ એટલો જોરદાર છે કે જે એને સાચી રીતે સમજ્યા એને પ્રેમેં જિંદગી માં ઉગારી દીધા અને જે સાચી રીતે ના સમજ્યા એ ડૂબી પણ ગયા….

આમતો હું આ વિષય માં બહુ પારંગત નથી પણ આજે આ વાત કરવી ખૂબ જરૂરી છે.જ્યારે તમારી સમક્ષ આ વાત મુકું છું….

આજની યુવા પેઢીને આ વાતની સ્પષ્ટતા જ ન હોવાને લીધે ક્યાંક તેઓ ખોટી દિશામાં ચાલ્યા જાય છે…..ઘણા લોકો પ્રેમ શોધવામાં કે પોતાને બનાવેલ પ્રેમ સાથે જીવનની ગાથામાં એટલા બધા મશગુલ થઈ ગયા હોય છે કે પોતે આંધળા થઈ જાય છે….

“લગભગ પ્રેમ શુ એ કોઈને ખબર જ નથી હોતી”

પ્રેમ એટલે શું રોજ  સાથે બેસવું ,ફરવા જવું ,મૂવી જોવી,what’s app પર આખી રાત જાગી ને ચેટ કરવી…Mec’d માં જઈ instagram પર g.f સાથે સ્ટોરી મુકવી શુ આ જ પ્રેમ છે?????

 આતો દેખાડો છે અને હા પ્રેમ એતો પવિત્ર છે

“પ્રેમમાં પડવાનું નથી હોતું પ્રેમમાં ઉભા રહેવાનું હોઈ છે..”પ્રેમ એટલે એકબીજાને સમજવાનું હોઈ છે”

“પ્રેમ રૂપી સબંધના સાગર માં કોઈની સાથે એટલું અને એવી રીતે ડૂબવાનું હોઈ છે કે તમે જિંદગી રૂપી સંસાર માં તેની સાથે તરી જાઓ”

જિંદગી ડૂબાડી પ્રેમમાં નથી ડૂબવાનું હોતું.”પ્રેમ માં જીતવાનું નથી હોતું જીવવાનું હોઈ છે”

પ્રેમ એટલે એજ કે તમને ગમે એ વ્યક્તિ તમને ગમે એવું જ બધુ કરે એને તમે પ્રેમ માંનો છો??? તમે તમારા વિચારો થી કોઈને પ્રેમમાં બાંધી રાખો એને તમે પ્રેમ માનો છો????

ના આ પ્રેમ નથી…”પ્રેમ એ પીંજરું નથી પ્રેમ એ પાંખ છે”સાચો પ્રેમતો એક માં અને દિકરાનો હોય છે એક બાપ અને દીકરી નો હોય છે..

અને તમારા યોગ્ય સાચો પ્રેમ સમય આવ્યે તમને આપોઆપ જ મળી જશે.પછી તમે ઈચ્છશો તો પણ એ તમારા થી દુર નહીં જાય…એટલે ક્યાંક આંધળા બની ખોટા પ્રેમ માં સમય બરબાદ ન કરો….

સમય આવે એ સામેથી મળશે..અત્યારે માત્ર તમારી તમારા પ્રેમ પ્રત્યેની લાગણીને સાચવી રાખો…તમને તમારો સાચો પ્રેમ મળે ત્યારે તેની સાથે વ્યતીત કરવા……

બસ છેલ્લે મારા મતે તો એટલું જ કહીશ કે

“હશે બધું છતાં કશું નહીં હોય કદાચ પ્રેમની વ્યાખ્યા એથી વધુ કશું નહીં હોય”

       ~Harsh patel(એક આદર્શ ઓળખ)